કઈ રીતે?
શિષ્યનો જવાબ હતો કે સ્નેહ, સદાચાર, વાત્સલ્ય, ભાતૃભાવ વગેરેનું ઉદ્ગમસ્થાન હૃદય છે, અને જીભ મધ જેવી મીઠાશથી સ્નેહ અને આદર અપાવી શકે. ગુરુ પ્રસન્ન થયા.
બીજા દિવસે ફરી પ્રશ્ર્ન કર્યો : શરીરનું સૌથી ખરાબ અથવા કનિષ્ઠ અંગ કયું? શિષ્યે ફરી જવાબ આપ્યો : હૃદય અને જીભ. એ કઈ રીતે? તો જવાબ હતો કે હૃદય વેરઝેર, વૈમનસ્ય વગેરેનું ઉદ્ગમસ્થળ પણ છે. જીભ પણ પ્રેમાળ વાણીથી જીવનને નંદનવન બનાવી શકે તેમ જીવનમાં ઝેર પણ ઘોળી શકે.
સાર એ કે હૃદય અને જીભ બંને કાબૂમાં રહેવાં જોઈએ. એમનો યોગ્ય ઉપયોગ સંસારને નંદનવન બનાવે, ખોટો પ્રયોગ સંસારને અસાર બનાવે.
No comments:
Post a Comment