Jul 3, 2013

કામનાઓ સામે સતત સાવધાન રહીએ

સવાર-સાંજ બે-પાંચ માળા ફેરવી એટલે જાણે બહુ મોટું પરાક્રમ કર્યું એમ ન માનશો. હરતાં-ફરતાં, બોલતાં-ચાલતાં, જાણ્યે-અજાણ્યે અનેક પાપ થઈ જતાં હોય છે. એટલે જ તો ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ હૈયું ખોલતાં અર્જુને કહ્યું હતું : ‘મારી ઇચ્છા નથી હોતી કે હું ખોટું કામ કરું. છતાં, બળપૂર્વક મારી પાસે ખોટું કામ કોઈ કરાવે છે અને આપ્ની પાસે રહેવા છતાં હું ખોટા કામમાં ઘસડાઈ જાઉં છું.’

ત્યારે ભગવાને કહ્યું હતું કે, ‘અર્જુન, વ્યક્તિ જો સજાગ હોય તો, દુનિયાની કોઈ તાકાત એની પાસે દબાણથી કશું કરાવી શકતી નથી. નાના બાળકને જબરદસ્તીથી દૂધ પણ પાઈ શકાતું નથી; તો પછી મનની પાસે જબરદસ્તીથી કશુંય કરાવી શકાય એ શી રીતે બને ? ખરી વાત એ છે કે માનવીનું મન ગાફેલ બનીને બૂરાઈમાં જોડાઈ જાય છે અને કામનાઓમાં ઘસડાઈ જાય છે. એટલે એને એમ લાગે છે કે એની ઉપર જબરદસ્તી થઈ. માનવીનું મન જો સતત સાવધાનતા રાખી શકે અને કામનાઓના વેગને કાબૂમાં રાખી શકે, તો મનને માટે ઘસડાઈ જવાનો કે જીવનને માટે ખોટાં કામો પરાણે કરવાં પડવાનો સવાલ જ ઊભો ન થાય.’ એટલે કે જીવનમાં જાણ્યે-અજાણ્યે થતાં પાપથી બચવાનો એકમાત્ર ઉપાય કામનાઓ સામેની સતત સાવધાની છે. આ સાવધાની સતત સાધના-પ્રયત્ન વડે જ સંભવી શકે છે.

No comments:

Post a Comment