જ્યારે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપે ત્યારથી તેનુ જીવન બદલાઈ જાય છે. તેનુ પૂરું ધ્યાન બાળક તરફ રહે છે. બાળકના શારીરિક, માનસિક અને સામાજિક ઘડતરમાં માતાની ભૂમિકા અતિ મહત્ત્વની બની રહે છે. બાળકમાં સર્જનાત્મકતા ખિલે, મુક્તપણે રમી શકે તેવુ વાતાવરણનું નિર્માણ માતા કરે છે. બાળકને ક્યારે કઈ વસ્તુની જરૂરિયાત છે, તે માતા સારી રીતે સમજી શકે છે. તે ખૂબ જ ધીરજપૂર્વક બાળકના વિકાસમાં વિશિષ્ટ ભૂમિકા ભજવે છે.
બાળકની ટેવો, વર્તન, રસ-રુચિના વિકાસમાં તેની માતા ખૂબ જ ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરવુ પડે છે. બાળકના કાર્યો, વિવિધ અવાજો દ્વારા વ્યક્તિની ઓળખ, વિવિધ પરિસ્થિતિમાં તેની લાગણીને માતા નિરીક્ષણ દ્વારા સમજી શકે છે. માતા એ જ બાળકની પ્રથમ શાળા છે. બાળકમાં આત્મવિશ્ર્વાસનું ઘડતર માતા જ કરે છે.
બાળકના ઘડતરની શરૂઆત ગર્ભાવસ્થાથી જ શરૂ થઈ જાય છે. માતા આ અવસ્થા દરમિયાન શું વાંચે, સાંભળે અને જુએ છે ? તેની અસર બાળકના ઘડતર પર ચોક્કસ થાય છે. બાળકના જન્મ પછી માતાએ બાળકના વિકાસના વિવિધ તબક્કાઓ તેમજ પાયાની લાક્ષણિકતાઓથી માહિતગાર થવું જોઈએ. જે તેને બાળકના યોગ્ય વિકાસ અને બાળક સાથેના વ્યવહારમાં મદદરૂપ થઈ શકે છે. માતા તરીકે બાળકના ઉછેરમાં તેનો સ્વભાવ, ટેવોથી માહિતગાર થવું જોઈએ. જે સમાજ, સંસ્કૃતિ, કુટુંબમાંથી માતા આવતી હોય તેની અસર બાળક પર ચોક્કસ પડે છે. પોતાની સંસ્કૃતિ અને સમાજ મુજબ બાળક પાસેની અપેક્ષાઓ રહે છે, તે મુજબ શિક્ષણની પ્રક્રિયા આગળ વધે છે. બાળકનો ઉછેર જે વાતાવરણમાં થાય છે તે તેના ઘડતરમાં પાયાની ભૂમિકા ભજવે છે. હકારાત્મક વાતાવરણ બાળકનું હકારાત્મક ઘડતર કરે છે. માતા તરીકે બાળકને ઉત્તમ કક્ષાનું વાતાવરણ પૂરું પાડવું જોઈએ. અમુક ઘરમાં પતિ-પત્નીના ઝઘડાઓ, વ્યસની સભ્યો, ગુનેગાર વ્યક્તિઓ જેવી પરિસ્થિતિઓ બાળકના કુમળા માનસ પર નકારાત્મક અસર કરે છે. માતાએ ખૂબ જ કુનેહથી આવી અસરો ન પડે તેની કાળજી લેવી જોઈએ.
ઘણી માતાઓ બાળ ઉછેરની મહત્ત્વની ભૂમિકા અદા કરવામાં નિષ્ફળ જાય છે. માતાએ વધુ ને વધુ સમય બાળક સાથે વિતાવવો જોઈએ. જે માતા-પિતા બાળકને વધુ સમય આપી શકતા નથી, તેવા બાળકો ગુનાખોરી, વ્યસન, આત્મહત્યા, ઘરેથી ભાગી જવુ, માતા-પિતાના કહ્યામાં ન રહેવુ ના માર્ગે ચડી જાય છે. તેનાથી સામાજિક અધ:પતન થાય છે. ખૂબ મોડું થઈ જાય તે પહેલાં બાળકને સામાજિક, ધાર્મિક સંસ્કારો આપવા જોઈએ. સમાજમાં અનેક લાલબત્તી સમાન કિસ્સાઓ પ્રકાશમાં આવ્યે રાખે છે.
બાળકનો શૈક્ષણિક વિકાસ તેને ઘરમાંથી મળતા પ્રોત્સાહન, પ્રસંશા અને નૈતિક ટેકાને આધારિત હોય છે. માતા-પિતાએ પોતાનો ગુસ્સો બાળક પર ઉતારવો ન જોઈએ. આમ કરવાથી બાળકનો સામાજિક વિકાસ રુંધાય છે. જે માતા પોતાના બાળકની જરૂરિયાત, ઇચ્છાઓ, અપેક્ષાઓ પ્રત્યે સંવેદનશીલ ન હોય તો તેની અસર બાળકના વિકાસ પર પડે છે. માતાએ બાળક પ્રત્યે તંદુરસ્ત વ્યવહાર કરી તેને શ્રેષ્ઠ બાળક બનાવવા પ્રયત્ન કરવો જોઈએ. જે માટે માર્ગદર્શક ટીપ્સ અહીં આપી છે. તેને અજમાવી જુઓ.
બાળક જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે તેની જરૂરિયાતથી વાકેફ થવુ જોઈએ. તેને માત્ર ખૂબ જ પ્રેમની વધુ જરૂર હોય છે.
બાળકના સર્વાંગી વિકાસ માટે એક માતા સંવેદનશીલ, સમજુ અને બાળ ઉછેરની જરૂરી પદ્ધતિઓથી જાણકાર હોવી જોઈએ.
બાળકના ધ્યેય વિચાર, અપેક્ષાઓ મુજબનું વાતાવરણ પૂરું પાડવું જોઈએ.
આમ, સમાજમાં માતા અને બાળકના સંબંધો સર્વ શ્રેષ્ઠ હોય છે. જોકે માતા ઘરકામ કરતી હોય કે નોકરી કરતી હોય, પોતાના બાળકને સારો નાગરિક બનાવવામાં પોતાની જવાબદારી ખૂબ સારી રીતે સમજી નિભાવવી જોઈએ. તેથી શિવાજી, ગાંધીજી જેવા મહાન સપૂતોનું નિર્માણ કરી શકાય.
પ્રેરકબિંદુ : એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે.

No comments:
Post a Comment