Oct 10, 2013

ભગતસિંહની અનોખી આખરી ઇચ્છા !

28 સપ્ટેમ્બર, ભગતસિંહની 106મી જન્મ-જયંતી. આ મહાન શહીદે ફાંસીના ફંદાને ચુમતા પહેલાં એક અનોખી ઇચ્છા વ્યક્ત કરી હતી એ વાત અહીં રજૂ કરીએ છીએ.

જેલ પ્રણાલિ મુજબ જેલરે ભગતસિંહને પૂછ્યું હતુ કે, ‘તમારી અંતિમ ઇચ્છા શું છે ?’ ત્યારે ભગતસિંહે કહેલું, ‘મારે બેબેના હાથનું ભોજન લેવું છે !’ ભગતસિંહ પોતાની માને બેબે કહેતા હતા. જેલરે કહ્યું, ‘હું તમારા ઘરે કોઈને મોકલી સંદેશો પાઠવી દઉં છું.’ ભગતસિંહે કહ્યું, ‘મારી બેબે તો અહીં જેલમાં જ છે.’ જેલરને કંઈ સમજાયું નહીં. તેણે આશ્ર્ચર્યથી પૂછ્યું, ‘ક્યાં છે ? કોની વાત કરો છો તમે ?’ ભગતસિંહે ફોડ પાડતાં કહ્યું, ‘બોઘા એ મારી બેબે છે, મારી મા છે.’ બોઘા એ વ્યક્તિ હતો જે ભગતસિંહની જેલ-કોટડીનું ટોઈલેટ સાફ કરતો હતો અને ભગતસિંહે પોતાનું આખરી ભોજન પોતાનું ટોઈલેટ સાફ કરનારા સફાઈ કામદારના હાથે લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

પણ બોઘા સાંજનું વાળુ લઈને જાય એ પહેલાં તો ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીના માંચડે લટકાવી, એમની લાશોના ટુકડા કરી સતલજ નદીમાં ફેંકી દીધેલા.

આ મહાન શહીદની આ અનોખી આખરી ઇચ્છા પણ અધૂરી રહી ગઈ હતી.

No comments:

Post a Comment