એક દિવસ ભગવાન વિષ્ણુને ચિંતાતુર જોઈ લક્ષ્મીજીએ પૂછ્યુ, ‘ભગવન્, આપ બહું ચિંતિત જણાવ છો? કારણ શું છે?’
ભગવાને શોકગ્રસ્ત અવાજે કહ્યુ, ‘દેવી, હું મારી નિષ્ફળતાને કારણે આટલો બધો ચિંતિત છું!’
‘આપ્ની નિષ્ફળતા? એ વળી કઈ?’
‘માનવીના સર્જનમાં હું સાવ નિષ્ફળ ગયો છું.
દેવી, મેં માનવીમાં અસીમ શક્તિઓનું આરોપણ કર્યુ, સફળતાના શિખરો સર કરી શકે, ધારે તે મેળવી શકે તેવી બુદ્ધિ અને શક્તિ આપ્યા. અને આ બધું મેળવવા માટે બે હાથ આપ્યા છતાં પણ એ બેહાલ બની ગયો.’
‘કેવી રીતે?’
‘દેવી, જુઓ તો ખરા પૃથ્વી પર બહું ઓછા માણસો પોતાના હાથ અને બુદ્ધિનો ઉપયોગ કરીને સફળ થઈ રહ્યાં છે. બાકી મોટાભાગના લોકો કામ કરવા
માટે આપેલા હાથ જોડીને બેસી રહ્યા છે. માત્ર મારા પર શ્રદ્ધા રાખીને બેઠા છે પણ એમને એમના પર શ્રદ્ધા નથી. બે હાથ મેં કંઈ મને જોડવા નથી આપ્યા, કામ કરવા આપ્યા છે. પણ એ માળાઓ ફેરવશે, નમસ્કાર કરશે, મંદિરમાં જઈ શ્રીફળો વધેરશે બધુ કરશે પણ કામ નહીં કરે. અને એ બધી ક્ષુલ્લક બાબતોના બદલામાં સફળતા મેળવવાની ઇચ્છા રાખે છે. પછી સફળતા ના મળે એટલે વાતો કરે છે કે ભગવાન પર આટલી શ્રદ્ધા રાખી પણ કામ નથી થતું.’
‘તો પછી આ બધુ એને સમજાવો ને?’
‘એ જ તો મારી ચિંતાનો વિષય છે, દેવી! કે માનવીને આ બધું કોણ સમજાવે? હું તો રૂબરૂ જઈને કહી શકવાનો નથી.’
‘તો પછી ધર્મગુરુઓ પયગમ્બરો જેવા મહામાનવો દ્વારા સમજાવડાવો.’
‘એમાંય અરધા સાચા છે અને અરધા ખોટા. સાચા છે એ રાગડા તાણી તાણીને મરી ગયા પણ આ માણસ એની એક વાત કાને ધરવા તૈયાર નથી.’
‘તો પછી હવે...’
‘હવે તો પ્રભુને નહીં પણ માનવીને ગમે તે ખરું.’ પ્રભુએ વાત પુરી કરી.
* * *
આ વાત યુગો પહેલાની છે. અને મને લાગે છે કે ભગવાનની આ ચિંતાનો અંત હજુ નહીં આવ્યો હોય. વાત એટલી જ છે કે માણસને જે હાથ આપ્યા છે માત્ર જોડવા માટે નથી આપ્યા. પહાડો તોડવા આપ્યા છે. અને પછી સફળ થવા આપ્યા છે.

No comments:
Post a Comment