લંકા વિજય પછી અયોધ્યામાં શ્રીરામનો રાજ્યાભિષેક થયો. અયોધ્યાના એક ધોબીના કટુવચનો સાંભળીને રાજા રામે પ્રાણપ્રિય પત્ની સીતાજીનો ત્યાગ કર્યો. સીતાજીને સગર્ભાવસ્થાામાં જ વાલ્મિકી આશ્રમમાં આશ્રય લેવાની ફરજ પડી. લવ-કુશ જોડીયા દીકરાઓને જન્મ આપીને, સીતામાતાએ બંને પુત્રોનો રઘુકુળની ઉજ્જ્વળતમ પરંપરા અનુસાર ઉછેર કર્યો અને તેમનામાં સાહસનાં ગુણોનું સિંચન કર્યું.
થોડા વર્ષો બાદ શ્રીરામે અશ્ર્વમેધ યજ્ઞનું આયોજન કર્યું. ભરત અશ્ર્વમેધ યજ્ઞનો અશ્ર્વ લઈને ફરતાં હતા. એ અશ્ર્વને જે અટકાવે એની સાથે યુદ્ધ કરવાનું હતુ. એક દિવસ ફરતાં ફરતાં ભરત વાલ્મીકી આશ્રમે આવી પહોંચ્યા. લવ-કુશે યજ્ઞનાં અશ્ર્વને પકડીને
સાહસથી બાંધી દીધો.
અશ્ર્વના રખેવાળ એવા અયોધ્યાના શૂરવીર સેનાપતિ આગળ આવ્યા. બંને બાળકોને અશ્ર્વ છોડી મૂકવાનો આદેશ આપ્યો. લવકુશે તેનો મક્કમ ઇન્કાર કરી, યુદ્ધ છેડ્યું. તુમુલ યુદ્ધના અંતે બંને વીરબંધુ લવ-કુશે શ્રીરામની સેનાને પીછેહઠ કરાવી!
આવાં સિંહબાળ લવ-કુશ ભારતવર્ષની વિજયશાળી સાંસ્કૃતિક પરંપરા, આત્મવિશ્ર્વાસ, સ્વાભિમાન, પરાક્રમ અને દ્ઢ નિશ્ર્ચયના પ્રતિકો તરીકે સદીઓ સુધી ભારતીય બાળકોને માટે દીવાદાંડી સમાન બની રહેશે...!