એક નાનકડું ગામ હતું. એમાં એક પંડિતજી રહે. તેઓ આસપાસનાં ગામોમાં પણ જાણીતા હતા. તેમાંના એક ગામમાં એક મંદિરના પૂજારીનું અવસાન થયું. એટલે આ પંડિતજીને એ મંદિરના પૂજારી બનાવી દીધા.
એક દિવસ બસમાં બેસીને પંડિતજી જઈ રહ્યા હતા. કંડક્ટર પાસે આવ્યો એટલે તેમણે ટિકિટ માગી અને રૂપિયા આપ્યા. આપેલી રકમમાંથી ટિકિટના પૈસા કાપીને બીજા રૂપિયા પંડિતજીને પાછા આપ્યા. પંડિતે ગણ્યા તો દસ રૂપિયાની એક નોટ વધારાની આવી ગઈ હતી. પંડિતજીએ વિચાર્યું હમણા કંડક્ટરને દસ રૂપિયા પાછા આપું છું. કંડક્ટરને થોડી વાર લાગી એ દરમિયાન
પંડિતજીને બીજો વિચાર આવ્યો, બસવાળા તો લાખો રૂપિયા કમાય છે આટલા દસ રૂપિયા નહિ આપું તો એમને શું નુકસાન થઈ જવાનું છે? આ દસ રૂપિયાને ભગવાનની ભેટ સમજી કંઈક સદ્ઉપયોગ કરી લઈશ.
પંડિતજીનું સ્થળ આવ્યું. બસ ઊભી રહી. પંડિતજી બસમાંથી નીચે ઊતર્યા. એમના પગ થંભી ગયા. ચાલી ન શક્યા. ખમીસના ખિસ્સામાંથી દસની નોટ કાઢીને કંડક્ટરને પકડાવી દીધી. ‘લો ભાઈ, વધારાની દસની નોટ આવી ગઈ હતી.’
કંડક્ટર હસતાં હસતાં બોલ્યો, ‘શું તમે જ ગામના નવા પૂજારી છો ને? ઘણા દિવસથી તમારે પ્રવચનોની વાત સાંભળી છે માટે તમને જોતાં જ મને ખ્યાલ આવી ગયો હતો, એટલે જાણી જોઈને દસ રૂપિયા વધારે આપ્યા હતા, જેથી ખ્યાલ આવે કે તમે શું કરો છો? હવે મને સમજાઈ ગયું કે તમે પ્રવચનમાં જે કહો છો તેવું આચરણ પણ કરો છો. દરેક વ્યક્તિ આવી જ હોવી જોઈએ.’
ત્યારબાદ કંડક્ટરે ઘંટડી મારીને બસને આગળના ગામ માટે રવાના કરી. પરંતુ પંડિતજીના શરીર પર પરસેવો છૂટી રહ્યો હતો, તેઓ બે હાથ જોડીને ભગવાનને કહેવા લાગ્યા, ભગવાન, તેં મને સારો વિચાર આપીને બચાવી લીધો, નહિ તો લાલચમાં હું મારી ઇજ્જત ખોઈ બેસત. ‘હમેશાં મને ખોટું કરતાં અટકાવતો રહેજે પ્રભુ.’

No comments:
Post a Comment