Jul 15, 2014

ગુરુદક્ષિણા

સાંદીપનિ મુનિએ શ્રીકૃષ્ણ તથા બલરામ ક્ષત્રિયો હોવાથી તેમને યુદ્ધ-વિજ્ઞાન, રાજનીતિ તેમજ ગણિતશાસ્ત્રમાં વિશિષ્ટ તાલીમ આપવામાં આવી. અભ્યાસ પૂરો થતાં વિદાય લેતી વખતે શ્રીકૃષ્ણ ગુરુદેવ પ્રત્યે વિનમ્ર ભાવે બોલ્યા, ‘ગુરુજી, આપ્ના આશ્રમમાં તો મેં જ્ઞાન લીધા જ કર્યું. જ્ઞાન અને પ્રેમની

મોજ માણી. આપ્નું અમારા પરનું ઋણ અપાર છે. હવે આપ્ને કંઈક આપવાનું મન થાય છે. તો અમે આપ્ને ગુરુદક્ષિણામાં શું આપીએ?

આખરે ગુરુપત્નીએ શ્રીકૃષ્ણને કહ્યું, અમારા એકના એક પુત્રને રાક્ષસ ઉપાડી ગયો છે. એ પુત્ર પાછો
લાવી આપી અમારું દુ:ખ તારા જેવો સમર્થ શિષ્ય દૂર કરી શકે તેમ છે. માટે તુ ગુરુ દક્ષિણામાં અમારો પુત્ર પાછો લાવી આપ.’

સાંદીપનિના પુત્રને પંચજન્ય નામનો શક્તિશાળી રાક્ષસ ઉપાડી ગયો હતો. બચપણમાં જ મોટા મોટા રાક્ષસોના વધ કરનાર શ્રીકૃષ્ણ એકલા જ ઉપડ્યાં, પંચજન્ય સાથે જંગ ખેલવા. તેમણે પંચજન્યને ગુરુપત્ર પાછો સોંપી દેવા માટે બહુ સમજાવ્યો. પરંતુ પાશવી વૃત્તિવાળા અને સત્તાસંપત્તિવાળા સીધી વાત કદી સમજે ખરા? પંચજન્ય ન જ માન્યો ત્યારે શ્રીકૃષ્ણે તેને મારી નાખી તેનાં હાડકાંનો ચુરો કરી નાખ્યો અને તેનો શંખ બનાવ્યો. તે શંખનું નામ ‘પંચજન્ય.’ ગુરુપુત્ર દત્તને પાછો લઈ આવ્યા. તે દિવસથી શ્રીકૃષ્ણના હાથમાં પાંચજન્ય શંખ છે.

શ્રીકૃષ્ણ પંચજન્ય સામે વિજય મેળવીને આશ્રમે પાછા ફર્યાં. ગુરુદક્ષિણામાં ગુરુદેવને તેમનો પુત્ર ‘દત્ત’ પાછો લાવી આપ્યો. ક્ષિપ્રાતટના સાંદીપનિના આશ્રમમાં ચોમેર ‘હર્ષાનંદ’ છવાઈ રહ્યો!