
ગુરુ દત્તાત્રય એક નગરીમાં ચાલ્યા જતા હતા. તેમની આગળ એક વરઘોડો જઈ રહેલો. ઢોલ, નગારાં, શરણાઈઓ અને ગીત-ભજનોથી વાતાવરણ સુંદર બન્યું હતું. વરઘોડો નીકળી ગયો. ગુરુ દત્તાત્રય એક ઉપવનમાં ઊભા રહી ગયા. ત્યાં એક પારધી વૃક્ષ પર પક્ષીઓ પર મીટ માંડીને બેસી રહેલો. ગુરુ દત્તાત્રયે કહ્યું, અરે તેં પેલો વરઘોડો નીકળ્યો એ ન જોયો ને અહીં બેસી રહ્યો?
પારધીનું ધ્યાન તૂટ્યું. તે શિકારમાં ધ્યાનસ્થ હતો. તેણે બે હાથ જોડીને કહ્યું કે મને તો વરઘોડાનો ખ્યાલ જ નથી મહારાજ.
ગુરુ દત્તાત્રય બોલ્યા, ‘ભાઈ, ઈશ્ર્વરના ધ્યાનમાં તારા જેવી એકાગ્રતા રાખવી જોઈએ.’