Sep 13, 2014

પાવન ધૂળ

01.jpgરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતિય સરસંઘચાલક શ્રી ગુરુજીને પંજાબના મોટા સૈનિક અધિકારીએ પ્રશ્ર્ન કર્યો, ‘‘સંઘમાં કયું વિશેષ શિક્ષણ મળે છે?’’ શ્રી ગુરુજીએ કહ્યું, ‘‘કેવળ રમવાનું અને ગીતો ગાવાનું.’’ અધિકારીએ ફરી પૂછ્યું, ‘‘એ સિવાય કંઈ શીખવાડતા હશો. હું વ્યક્તિગત રીતે ભારતના વિભાજનના દિવસોની પંજાબની અનેક ઘટનાઓ જાણું છું, ત્યારે સંઘના અનેક સ્વયંસેવકોએ વીરતા અને બલિદાનમાં આપણા પ્રશિક્ષિત સૈનિકોને પણ પાછળ રાખી દીધા. એમાંના અનેકોએ લોકોનું રક્ષણ કરવામાં હસતા હસતા પોતાના પ્રાણોનું બલિદાન આપી દીધું. એથી મને જાણવાની ઉત્સુકતા છે કે તે કયું વિશેષ શિક્ષણ છે, જેના લીધે સંઘના લોકો આવા બહાદૂર બની જાય છે.’’

શ્રી ગુરુજીએ સંઘ શાખાની સહજ સરળ કાર્યક્રમની રૂપરેખા સમજાવી અને કહ્યું અમારું સમસ્ત શિક્ષણ ‘‘કબડ્ડી’’ શબ્દથી વ્યક્ત થાય છે. સંઘ સ્થાનની પાવન ધૂળમાં જ એ શક્તિ રહેલી છે, જ્યાં માતૃભૂમિના યશોગાનની પ્રાર્થના થાય છે.