નોબેલ પ્રાઇઝ અર્પણ કરનારાઓની મુખ્ય ગણતરી પશ્ચિમી પદ્ધતિની જીવનશૈલીને
મજબૂત બનાવવાની હોય છે. જેઓ પ્રાચીન પરંપરાઓનું ભંજન કરે છે અને આધુનિકતાના
પ્રચારક બને છે, તેમને નોબેલ પ્રાઇસ સહેલાઇથી મળે છે. - સંજય વોરા
ભારતના કૈલાસ સત્યાર્થીને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક મળ્યું બદલ આપણે આનંદ અનુભવવો જોઇએ, પણ શાંતિ માટેનું નોબેલ હંમેશાં લાયક વ્યક્તિને મળે તેવું બનતું નથી. ભૂતકાળમાં અયોગ્ય વ્યક્તિને નોબેલ મળવાને કારણે ઘણા વિવાદો થયા છે. તેમાં સૌથી તાજો વિવાદ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ઇ.સ. ૨૦૦૯ની સાલમાં આપવામાં આવેલા નોબેલ
પીસ પ્રાઇઝને લગતો છે. નોબેલ પ્રાઇઝની જાહેરાત ઓક્ટોબર મહિનામાં કરવામાં આવે છે, પણ તેનાં નોમિનેશન ફેબ્રુઆરી મહિનામાં મગાવાય છે. ૨૦૦૯ની સાલમાં બરાક ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા તેના બે સપ્તાહ પછી નોબેલ પ્રાઇઝ આપનારી સમિતિએ તેમના નામની પસંદગી કરી નાંખી હતી. બરાક ઓબામાને જ્યારે શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું ત્યારે તેમણે શાંતિ માટે કોઇ કામ કર્યું નહોતું. બરાક ઓબામાને નોબેલ મળ્યું ત્યાર બાદ તેમણે એક એવો કાયદો ઘડ્યો હતો, જેના થકી અમેરિકાની પોલીસ કોઇ પણ નાગરિકને માત્ર શંકાના આધારે અનિશ્ચિતકાળ સુધી જેલમાં રાખી શકે છે. બરાક ઓબામાએ પાકિસ્તાન અને યેમેનમાં કથિત ત્રાસવાદીઓ ઉપર ડ્રોન વિમાનો વડે હુમલા શરૂ કરાવ્યા, જેમાં હજારો નિર્દોષ લોકોનાં જીવ ગયા છે. ઓબામાની પરવાનગીથી અમેરિકન ગુપ્તચર સંસ્થાઓ દ્વારા એક ખાનગી કીલ લિસ્ટ બનાવવામાં આવ્યું છે.
૨૦૧૦માં શાંતિનું નોબેલ ચીનના લીઇ શીઓબોને અપાયું હતું. ચીનની સરકારે આક્ષેપ કર્યો હતો કે, શીઓબોએ ઇરાક, અફઘાનિસ્તાન, કોરિયા અને વિયેટનામમાં છેડી દીધેલા યુદ્ધમાં અમેરિકાની તરફેણ કરી તેના શિરપાવરૂપે તેમને ઇનામ આપવામાં આવ્યું હતું. ઇ.સ. ૧૯૯૪નું નોબેલ પીસ પ્રાઇઝ પેલેસ્ટિન લિબરેશન ફ્રન્ટના સ્થાપક યાસર અરાફતને અપાયું તેની સામે પણ વિરોધ થયો હતો. યાસર અરાફત ત્રાસવાદી હતા અને ગેરિલા યુદ્ધો માટે જાણીતા હતા. અરાફતને શાંતિ માટે ઇનામ આપવામાં આવ્યું તેના વિરોધમાં પ્રાઇઝ કમિટિના એક સભ્યે રાજીનામું આપ્યું હતું.
ઇ.સ. ૧૯૭૯નું નોબેલ પીસ પ્રાઇસ ભારતમાં મિશનરી પ્રવૃત્તિઓ કરી રહેલાં ખ્રિસ્તિ સાધ્વી મધર ટેરેસાને આપવામાં આવ્યું તેનો ભારતના હિન્દુ રાષ્ટ્રવાદીઓએ વિરોધ કર્યો હતો. તેમની દલીલ એવી હતી કે મધર ટેરેસા દ્વારા ભારતમાં કરવામાં આવતી વટાળ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા પુરસ્કાર આપવામાં આવ્યો છે. ઇ.સ. ૧૯૭૮નું નોબેલ પીસ પ્રાઇઝ ઇજિપ્તના ભૂતપૂર્વ પ્રમુખ અનવર સાદાતને અને ઇઝરાોલના વડાપ્રધાન મેનાચેન બેગિનને આપવામાં આવ્યું હતું. અનવર સાદાત ઇઝરાોલ સામે લોહિયાળ યુદ્ધ લડ્યા હતા અને બેગિને જર્મન ચાન્સેલર કોનાર્ડ એડેનૌરની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું, જે નિષ્ફળ ગયું હતું.
ઇ.સ. ૧૯૭૩નું નોબેલ પીસ પ્રાઇઝ અમેરિકાના વિદેશ મંત્રી હેન્રી કિસિંજરને આપવામાં આવ્યું હતું. ઇ.સ.૧૯૬૯થી ૧૯૭૫ વચ્ચે કમ્બોડિયામાં લડી રહેલા ઉત્તર વિયેટનામી લશ્કર ઉપર ગુપ્ત રીતે બોમ્બમારો કરવાનું કાવતરું હેન્રી કિસિંજરે ઘડી કાઢ્યું હતું. તુર્કીએ સાયપ્રસ ઉપર હુમલો કરીને સાયપ્રસના બે ભાગલા કરી નાંખ્યા લડાઇને પણ કિસિંજરે ટેકો આપ્યો હતો. લેટિન અમેરિકાના દેશોના જાસૂસોનાં અપહરણ કરાવીને તેમની હત્યા કરાવી નાંખવાના કાવતરાંને પણ કિસિંજરે ટેકો આપ્યો હતો. કિસિંજરને શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું તેના વિરોધમાં પીસ પ્રાઇઝ કમિટિના બે સભ્યોએ રાજીનામું આપ્યું હતું.
ઇ.સ. ૧૯૪૫નું નોબેલ શાંતિ ઇનામ અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી કોર્ડેલ હલ્લને આપવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીના યહૂદીઓથી ભરેલું એક જહાજ આશરો લેવા માટે અમેરિકાના કિનારે આવ્યું હતું. હલ્લના વિરોધને કારણે અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે યહૂદીઓને આશરો આપવાનો ઇનકાર કર્યો હતો. જહાજ યુરોપ પાછું ફર્યું પણ રસ્તામાં તોફાન આવતાં સેંકડો યહૂદીઓ માર્યા ગયા હતા. ઇ.સ. ૧૯૩૬માં જર્મન સરકારની જાસૂસી અને દેશદ્રોહના આરોપનો સામનો કરી રહેલા કાર્લ વોન ઓસ્સિએટ્ઝકીને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. જેની સજા કાપી રહેલા ગુનેગારને નોબેલ આપવાના વિરોધમાં નોર્વેના તત્કાલીન રાજા એવોર્ડ સમારંભમાં ગેરહાજર રહ્યા હતા. ઘટના પછી જર્મનીના ચાન્સેલર એડોલ્ફ હિટલરે કોઇ પણ જર્મન નાગરિકને નોબેલ પ્રાઇઢ સ્વીકારવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો હતો.
નોબેલ પ્રાઇઝ અર્પણ કરનારાઓની મુખ્ય ગણતરી પશ્ચિમી પદ્ધતિની જીવનશૈલીને મજબૂત બનાવવાની હોય છે. જેઓ પ્રાચીન પરંપરાઓનું ભંજન કરે છે અને આધુનિકતાના પ્રચારક બને છે, તેમને નોબેલ પ્રાઇસ સહેલાઇથી મળે છે. મધર ટેરેસા, મલાલા અને કૈલાસ સત્યાર્થીને જે નોબેલ ઇનામ માટે પાત્ર ગણવામાં આવ્યા, તેને માટે મહાત્મા ગાંધીને એક નહીં પણ પાંચ વખત ગેરલાયક માનવામાં આવ્યા હતા. ઇ.સ. ૧૯૩૭ અને ૧૯૪૫ વચ્ચે પાંચ વખત નોબેલ પીસ પ્રાઇઝ માટે ગાંધીજીનું નામાંકન કરવામાં આવ્યું હતું, પણ તેમને ઇનામ મળ્યું નહોતું. ઇ.સ. ૧૯૪૮માં તો કમિટિને કોઇ alt147યોગ્યalt148 ઉમેદવાર મળતાં કોઇને નોબેલ પીસ પ્રાઇઝ આપવામાં આવ્યું નહોતું. ગાંધીજી બ્રિટીશ સામ્રાજ્ય સામે લડ્યા તેની સજારૂપે તેમને નોબેલ પ્રાઇઝથી વંચિત રાખવામાં આવ્યા હતા.