એકવાર ચાર-પાંચ વ્યક્તિઓ ભગવાન મહાવીર પાસે આવ્યા અને કહ્યું, ‘ભગવાન, અમારી વચ્ચે એક પ્રશ્ર્ન બાબતમાં મતભેદ છે. પ્રશ્ર્ન એ છે કે ભવસાગરમાં પહેલો કોણ ડૂબે? કામી, ક્રોધી, મોહી કે અભિમાની?’
ભગવાન મહાવીરે થોડીવાર વિચાર કર્યો અને શાંતિથી કહ્યું, ‘પહેલાં આપ મારા પ્રશ્ર્નનો જવાબ આપો. કોઈ સૂકું અને કાણા વિનાનું તુંબડું હોય તો એ પાણીમાં ડૂબે ખરું?’
‘ના, ભગવાન! ના ડૂબે.’
‘એ જ તુંબડાની ડાબી તરફ જો કાણું પડે તો
ડૂબવાનો ભય ખરો?’
‘તો તો પાક્કો ભય! સો ટકા ડૂબે!’
‘જમણી તરફ કાણું પડે તો?’
‘તોય ડૂબે તો ખરું!’
‘સારું, એ કાણું જો ડીંટા આગળ હોય કે છેડા પર હોય તો?’
એકના એક પ્રશ્ર્નથી પાંચેય લોકો કંટાળી ગયા. તેઓ કોરસમાં સહેજ ઊંચે સાદે બોલ્યા, ‘ભગવાન! કાણું એ કાણું છે. ગમે ત્યાં હોય. તુંબડું ડૂબે જ એમાં બે મત નથી!’
ટોળાનો જવાબ સાંભળી મહાવીર ભગવાન મર્માળું હસ્યા અને બોલ્યા, ‘ભાઈઓ, હું પણ એ જ કહેવા માંગું છું કે, કઈ બાજું કાણું પડ્યું એ મહત્ત્વનું નથી. ખરું મહત્ત્વ તો કાણું પડ્યું એનું છે. તમે કામ, ક્રોધ, મોહ, લોભ અને અભિમાનની વાત કરી. આ બધો જ કચરો છે. કચરો એ કચરો જ હોય છે. એ ગંદકી ફેલાવે અને મનને કાણું પણ કરી દે. તમે મનના આંગણામાં કામ, ક્રોધ, મોહ કે અભિમાનનો કચરો ભરશો તો ડૂબી મરશો.’
ભગવાન મહાવીરની વાત સાંભળી સૌ આશ્ર્ચર્યચકિત રહી ગયા અને મનમાંથી કચરો દૂર કરી ‘સ્વચ્છ મન’ બનાવવાનો સંકલ્પ કરી વિદાય થયા.
* * *
દિવાળી સાથે સફાઈનો મહિમા પણ રહેલો છે. દીપોત્સવી નિમિત્તે આપણે સૌ ઘર, દુકાન, ગાડી બધે જ સફાઈ કરતાં હોઈએ છીએ. એમાંય આ વર્ષે તો દેશવાસીઓએ ‘સ્વચ્છ ભારત’નું અભિયાન પણ જગાવ્યું છે ત્યારે, આ દિવાળીએ આપણે સૌ સ્વચ્છ ભારત સાથે સાથે ‘સ્વચ્છ મન’નો પણ સંકલ્પ કરીએ અને દિવાળીના અવસરને અને જીવનને પવિત્ર બનાવીએ.

No comments:
Post a Comment