ભારતના કોઇ સંત અથવા બાબા કોઇ કથિત ચમત્કાર કરે ત્યારે આપણા તથાકથિત બુદ્ધિજીવીઓ શોર મચાવે છે કે બાબા ઢોંગી છે. બુદ્ધિજીવીઓ પ્રામાણિકપણે એવુ માનતા હોય છે કે દુનિયામાં ચમત્કાર જેવી કોઇ વસ્તુ નથી અને બધું સાયન્સના નિયમો મુજબ ચાલે છે. તેમની પ્રામાણિકતાને સલામ કરીને પૂછવાનું મન થાય છે કે ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાંસિસે ભારતની બે વ્યક્તિઓને સંતનો ખિતાબ આપવાનું નક્કી કર્યું છે તેનો તેઓ કેમ વિરોધ કરતા નથી? કારણ કે રોમન કેથોલિક ધર્મના નિયમ મુજબ સંતનો ખિતાબ ત્યારે આપવામાં આવે છે, જ્યારે તેમના દ્વારા સાયન્સની માન્યતા વિરુદ્ધ કોઇ ચમત્કાર કરવામાં આવ્યો હોય. જો ગુજરાતના અથવા ભારતના રેશનાલિસ્ટો ઘટનાનો વિરોધ કરે તો માનવું પડશે કે તેઓ પણ ઢોંગી છે.
રોમન કેથોલિક ચર્ચ દ્વારા તાજેતરમાં
કુલ 6 વ્યક્તિઓને સંતના ખિતાબો આપવામાં આવ્યા, તેમાં કેરળના એક પાદરીનો અને એક સાધ્વીનો પણ સમાવેશ થાય છે. તેમને ખિતાબ મળવાનું મુખ્ય કારણ તેમના જીવનમાં બનેલી ચમત્કારિક ઘટનાઓ છે. તે પૈકી સિસ્ટર યુફ્રેસિયાનો જન્મ ઇ.સ. 1877માં થયો હતો. તેઓ નવ વર્ષના થયા ત્યારે વર્જીન મેરી તેમના સપનામાં આવ્યા હતા અને તેમને સાધ્વી બનવાની પ્રેરણા આપી હતી. પ્રેરણાને ઝીલીને તેમણે નવ વર્ષની ઉમરે બ્રહ્મચર્યનો નિયમ લીધો હતો. તેમના પિતા તેમને એક શ્રીમન્ત વેપારી સાથે પરણાવી દેવા માગતા હતા, પણ તેઓ જીદ કરીને ખ્રિસ્તી સાધ્વી બન્યા હતા.
સિસ્ટર યુફ્રેસિયાને જે ચમત્કારને કારણે સંતની પદવી આપવામાં આવી છે, તેમાં હાડકાના કેન્સરના દર્દીની ચમત્કારિક સારવારના દાવાનો પણ સમાવેશ થાય છે. ત્રિચુરની હોસ્પિટલમાં થોમસ નામનો દર્દી આવ્યો હતો. તેને તમામ તબીબી પરીક્ષણો પછી કેન્સરનું નિદાન કરવામાં આવ્યું હતું. એક અઠવાડિયા પછી તેનું ઓપરેશન કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. ઓપરેશન કરતાં પહેલાં તેનું ફરીથી સિટી સ્કેન કરવામાં આવ્યું તો જણાયું કે તેમનું હાડકાનું કેન્સર સંપૂર્ણપણે નાબુદ થયું છે. થોમસના જણાવ્યા મુજબ તે નિયમિતપણે સિસ્ટર યુફ્રેસિયાને પ્રેયર કરતો હોવાથી તેનું કેન્સર નાબુદ થયું હતું. સિસ્ટર યુફ્રેસિયાનું મોત ઇ.સ. 1952માં થયું હતું, પણ તેમની કબર ઉપર પ્રેયર કરનારાને આજે પણ ચમત્કારોનો અનુભવ થતો હોવાનું માનવામાં આવે છે. છેક ઇ.સ. 2006ની સાલમાં તેમને પ્રેયર કરવાથી કેરળના 7 વર્ષના બાળકની કેંસરની ગાન્ઠ ઓગળી ગઇ હોવાનું કહેવાય છે. રોમન કેથોલિક ચર્ચ દ્વારા બીજા જે વ્યક્તિને સંત તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે, તેમનું નામ ફાધર ચવારા છે. તેમનો જન્મ ઇ.સ. 1805માં થયો હતો. તેઓ 5 વર્ષની ઉમરે સંસ્કૃત પાઠશાળામાં હિન્દુ શિક્ષક પાસે ભણવા ગયા હતા. ત્યાર બાદ અંગ્રેજી ભણવા તેઓ કોન્વેન્ટમાં દાખલ થયા હતા. કહેવાય છે કે 7 વર્ષના બાળકને બન્ને પગે પોલિયો થયો હતો અને તે ચાલી પણ શકતો નહોતો. તેણે ફાધર ચવારાની છબી સમક્ષ સતત બે મહિના સુધી પ્રેયર કરી તેને પરિણામે તે ચાલતો થઇ ગયો હતો. ફાધર ચવારા સમાજસુધારક પણ હતા. તેમણે દલિતો અને મહિલાઓને શિક્ષિત કરવાના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન પણ આપ્યું છે.
વેટિકનના રોમન કેથોલિક ચર્ચ દ્વારા કોઇ પણ વ્યક્તિને સંત જાહેર કરવામાં આવે તેનાં પહેલા લાંબી પ્રક્રિયા કરવામાં આવે છે. દિશામાં પ્રથમ પગથિયું તેને સર્વન્ટ ઓફ ગોડ'' તરીકે જાહેર કરવાનું હોય છે. ત્યાર બાદ એક પેનલ બનાવીને તેમના ચમત્કારોની ચકાસણી કરવામાં આવે છે.જો ચમત્કારો ખરા જણાય તો તેમનું બીટિફિકેશન'' કરવામાં આવે છે. ત્યાર બાદ યોગ્ય સમયે તેમને સંત''ની પદવી આપવામાં આવે છે. પદવી લગભગ મરણોત્તર આપવામાં આવતી હોય છે. ઘણા કિસ્સાઓમાં તો વ્યક્તિ જીવિત હોય પણ તેની છબી સમક્ષ પ્રેયર કરવાથી ચમત્કાર'' થતો જણાય તો પણ સંત'' ની પદવી આપવામાં આવે છે.
વેટિકનમાં જ્યારે પદવી અપાઇ રહી હતી ત્યારે તેના સમારંભમાં ભાગ લેવા કેરળના જે 5,000 લોકો વેટિકન પહોચી ગયા તેમાં કેરળ સરકારના બે મંત્રીઓ પણ હતા, જેઓ સત્તાવાર રીતે સરકારનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેનોઅર્થ એવો થાય છે કે બે વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલા ચમત્કાર''ને કેરળ સરકાર પણ માન્ય કરે છે. આટલું જાણે ઓછું હોય તેમ ભારત સરકાર દ્વારા પણ કાર્યક્રમ માટે પોતાના પ્રતિનિધિને મોકલવામાં આવ્યા હતા. રાજ્યસભાના ઉપાધ્યક્ષ પી.જે. કુરિયન ભારત સરકાર વતી એક પ્રતિનિધિમંડળ લઇને વેટિકન ગયા હતા.
કોઇ સત્ય સાંઇ બાબા પોતાના ભક્તોને પ્રભાવિત કરવા હાથમાંથી ભભૂતિ કાઢે કે ચમત્કાર દેખાડે ત્યારે કહેવાતા રેશનાલિસ્ટો તેનો વિરોધ કરવા મેદાનમાં આવી જતા હોય છે. તેમની સામે અદાલતમા કેસો પણ થતા હોય છે. મહારાષ્ટ્ર સરકારે તો અન્ધશ્રદ્ધાનિર્મૂલન માટે કાયદો પણ ઘડ્યો છે, જે મુજબ ચમત્કારનો દાવો કરનારને પણ જેલની સજા થાય છે. રેશનાલિસ્ટો જો પ્રામાણિક હોય તો તેમણે આ બાબતમાં પણ વિરોધ કરવો જોઇએ.
ખ્રિસ્તી ધર્મ ચમત્કારમાં માને છે | "સંત''ના પદવીદાન સમારંભમાં સરકારી પ્રતિનિધિ કેમ?

No comments:
Post a Comment