Dec 6, 2014

સારા કાર્યમાં સહકારની ભાવના

એક ખૂબ જ ગરીબ અને પછાત ગામ હતું. એમાં બે-ચાર છોકરા વંચાઈ ગયેલાં છાપાં માગી લાવી નાની લાઇબ્રેરી ચલાવતા હતા. એક દિવસ ગામમાં બસ આવી. પ્રવાસીઓ ઊતર્યા. એક કાકા પાસે છાપું હતું. પેલા યુવકે વિનંતી કરી, ‘કાકા, આ છાપું આપશો અમારી લાઇબ્રેરી માટે?’

કાકા ચિડાયા, ‘કેમ ભાઈ, મેં હરામનું છાપું લીધું છે? પૂરો રૂપિયો આપ્યો છે.’

યુવક બોલ્યો, ‘પણ હવે તો પસ્તીમાં જ જશે ને? એના કરતાં ગામના લોકોને વાંચવા મળે તો સારું ને?’

કાકા બોલ્યા, ‘મફતમાં તો નહીં આપું, તારે એના આઠ આના આપવા પડશે.’

કાકાના શબ્દો સાંભળી એ યુવક ડઘાઈ ગયો. એના ગાલ પર જાણે તમાચો વાગ્યો હોય એમ લાગ્યું. પાસે ઊભેલા બીજા ભાઈ બોલ્યા, ‘કાકા, વંચાઈ ગયેલું છાપું પણ છોડી શકતા નથી?’

કાકા એમની પર તાડૂક્યા, ‘તમે તમારું સંભાળો, એ છોકરો તમારો સગો છે? એમ હોય તો કાઢો આઠ આના છાપાના?’

પેલા ભાઈએ ખિસ્સામાંથી આઠ આના કાઢીને આપ્યા અને પેલા યુવકને બોલાવ્યો અને છાપું આપતાં કહ્યું, ‘શાબાશ દોસ્ત! તું બહુ જ સારું કાર્ય કરે છે. તને એનો યશ જરૂર મળશે.’

No comments:

Post a Comment