ને હરુ-ગાંધી પરિવાર સિવાયના કોંગ્રેસી વડા પ્રધાનોને કોંગ્રેસીઓ કદી યાદ રાખવાની કોશિષ કરતા નથી. ઇ.સ. ૧૯૯૧-૯૬ વચ્ચે ભારતના વડા પ્રધાન રહી ચૂકેલા પી.વી. નરસિંહ રાવ તેમાંના એક છે. ઇ.સ. ૨૦૦૪માં ૮૩ વર્ષની ઉંમરે નરસિંહ રાવનું દિલ્હીમાં અવસાન થયું ત્યારે તેમના મૃતદેહને કોંગ્રેસના કાર્યાલયમાં દર્શન માટે રાખવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો હતો. જો દિલ્હીમાં તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવે તો યમુનાકિનારે તેમનું સ્મારક બનાવવું પડે તેવા ડરથી તેમના અંતિમસંસ્કાર હૈદરાબાદમાં કરવામાં આવ્યા હતા. કોંગ્રેસી નેતાઓ જેમને ભૂલવા માગે છે તે નરસિંહ રાવનું સ્મારક દિલ્હીમાં બનાવવાનો નિર્ણય કરીને
ભાજપે માસ્ટરસ્ટ્રોક માર્યો છે. ભાજપને નરસિંહ રાવ પ્રત્યે અમથો પ્રેમ નથી ઊભરાઇ આવ્યો. ઇ.સ. ૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરે અયોધ્યામાં બાબરી મસ્જિદનું ડિમોલિશન થયું ત્યારે નરસિંહ રાવ ભારતના વડા પ્રધાન હતા. કારસેવકો હથોડા મારીને બાબરી મસ્જિદને તોડી રહ્યા હતા ત્યારે અયોધ્યામાં કેન્દ્ર સરકારના ૨૦,૦૦૦ સુરક્ષા દળો હાજર હતા. નરસિંહ રાવ પોતાના દિવાનખંડમાં બેસીને ટીવી ઉપર તે દૃશ્યો જોઇ રહ્યા હતા. તેમણે ધાર્યું હોત તો ગોળીબાર કરવાનો આદેશ કરીને તેઓ બાબરી મસ્જિદને બચાવી શક્યા હોત. નરસિંહ રાવે નિષ્ક્રિય રહીને કારસેવકોને મસ્જિદ તોડી પાડવાની રજા આપી દીધી તેનો શિરપાવ હવે તેમને મળી રહ્યો છે.
ઇ.સ. ૧૯૯૧માં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી હતી તે દરમિયાન ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની કરપીણ હત્યા થઇ. જે બેઠકો પર મતદાન બાકી હતું તેમાં કોંગ્રેસને સહાનુભૂતિનાં મોજાંનો લાભ મળી ગયો. કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો, પણ તેને સ્પષ્ટ બહુમતી મળી. લઘુમતી સરકારના વડા પ્રધાન બનવાની કપરી કામગીરી નરસિંહ રાવને સોંપવામાં આવી. કહેવાય છે કે નરસિંહ રાવે લોકસભામાં વિશ્વાસનો મત હાંસલ કરવા માટે પોતાના ઘરે બ્રાહ્મણ પુરોહિતોને બોલાવીને યજ્ઞ કરાવ્યો હતો. નરસિંહ રાવ કટ્ટર હિન્દુ હતા. નામચીન તાંત્રિક ચંદ્રાસ્વામીની સલાહ વિના તેઓ ડગલું પણ ભરતા નહોતા. કોઇ માનતું નહોતું કે નરસિંહ રાવની હાલકડોલક થતી સરકાર પાંચ વર્ષ પૂરાં કરશે, પણ તેઓ મુત્સદ્દીગીરીના બળ ઉપર પૂરાં પાંચ વર્ષ ટકી ગયા. બાબરી મસ્જિદના ડિમોલિશન પહેલાં પણ નરસિંહ રાવે અયોધ્યાના વિવાદમાં અંગત રસ લઇને વિવાદને સૂલઝાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. તેઓ વિશ્વ હિન્દુ પરિષના આગેવાનો ઉપરાંત મુસ્લિમ કોમના આગેવાનોને પણ મળ્યા હતા. નરસિંહ રાવની યોજના અયોધ્યામાં રામ મંદિરનાં નિર્માણ માટે સંપૂર્ણપણે બિનરાજકીય ટ્રસ્ટની રચના કરવાની હતી. ટ્રસ્ટના અધ્યક્ષ બનવા તેમણે શૃંગેરી મઠના શંકરાચાર્ય શ્રી ભારતી તીર્થ સ્વામીને સમજાવી લીધા હતા. દ્વારકા, પુરી અને કાંચીના શંકરાચાર્યોને પણ સંભવિત ટ્રસ્ટમાં સામેલ કરવાની નરસિંહ રાવની યોજના હતી. હિન્દુ સાધુસંતોના જેટલા અખાડાઓ છે, તેમના ગાદીપતિઓનો સાથ લઇને તેઓ અયોધ્યામાં રામમંદિર બનાવવા માગતા હતા. નરસિંહ રાવ તિરૂપતિ મંદિરના ટ્રસ્ટના અધ્યક્ષ હોવાને નાતે લગભગ તમામ હિન્દુ ધર્મગુરુઓના સંપર્કમાં હતા. નરસિંહ રાવ એક વખત પોતાના નિકટના મિત્ર સમક્ષ બોલી ગયા હતા કે, શ્રીરામ પર ભાજપનો ઇજારો થોડો છે? આપણે પણ રામમંદિર કેમ બનાવી શકીએ?
ઇ.સ. ૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરે અયોધ્યામાં કારસેવકો બાબરી મસ્જિદ તોડી રહ્યા હતા ત્યારે દિલ્હીમાં બેઠા બેઠા તત્કાલીન વડા પ્રધાન નરસિંહ રાવ શું કરી રહ્યા હતા? તે બાબતમાં પણ જાતજાતની કથાઓ પ્રચલિત છે. નરસિંહ રાવ બપોરનું ભોજન કરીને પરવાર્યા ત્યારે તેમણે ટીવીની સ્વિચ ઓન કરીને જોયું તો કારસેવકો બાબરી મસ્જિદના ઘુમ્મટ પર ચડીને તેને હથોડા મારી રહ્યા હતા. તેમણે તરત તત્કાલીન ગૃહ પ્રધાન શંકરરાવ ચવાણને ફોન કરીને કહ્યું કે, ટીવી ચાલુ કરો અને જુઓ કે અયોધ્યામાં શું ચાલી રહ્યું છે? શંકરરાવ કહે, હું ક્યારનો તે જોઇ રહ્યો છું. બોલો, આપણે શું કરવું છે? નરસિંહ રાવ કહે, કારસેવકો પર ગોળીઓ છોડવાનો આદેશ આપી શકાય તેમ નથી. આટલું કહીને નરસિંહ રાવ પોતાની હંમેશની આદત મુજબ બપોરની ઉંઘ ખેંચવા ચાલ્યા ગયા હતા. દરમિયાન તેમણે કોઇના ફોન રિસિવ ક્યા નહોતા. બે કલાક પછી તેઓ ઉઠ્યા ત્યારે બાબરી મસ્જિદનો ધ્વંસ થઇ ચૂક્યો હતો.
પીઢ પત્રકાર કુલદીપ નાયરે પોતાની આત્મકથા લખી છે, જે ઇ.સ. ૨૦૧૨માં પ્રકાશિત થઇ હતી. તેમાં એક પ્રકરણ નરસિંહ રાવની સરકાર બાબતમાં છે. કુલદીપ નાયર સમાજવાદી નેતા મધુ લિમયેને ટાંકીને લખે છે કે, જ્યારે અયોધ્યામાં બાબરી મસ્જિદનું ડિમોલિશન ચાલી રહ્યું હતું ત્યારે નરસિંહ રાવ પોતાના ઘરમાં પૂજામાં બેસી ગયા હતા. જ્યારે તેમના સેવકે આવીને કાનમાં કહ્યું કે બાબરી મસ્જિદ ભાંગી ગઇ છે, ત્યારે તેમણે તરત પોતાની પૂજા સમેટી લીધી હતી. જોકે નરસિંહ રાવના પુત્ર રંગા રાવે વાતને રદિયો આપતાં કહ્યું છે કે, બાબરી મસ્જિદ તૂટવાથી તેઓ દુ:ખી હતા. પી.વી. નરસિંહ રાવ હિન્દુત્વમાં શ્રદ્ધા ધરાવતા હોવાથી કોંગ્રેસના એક સંસદસભ્યે તેમને કટાક્ષમાં ભાજપના પહેલા વડા પ્રધાન તરીકે પણ ઓળખાવ્યા હતા. હકીકત હતી કે તેઓ કટ્ટર હિન્દુ હતા, પણ હિન્દુત્વવાદી નહોતા. રાજકારણમાં હિન્દુત્વનો ઉપયોગ કરવો જોઇએ, એમ તેઓ માનતા હતા.
- સંજય વોરા

No comments:
Post a Comment