પોતાની નિર્ધનતાથી ત્રસ્ત એક વ્યક્તિ સંન્યાસી પાસે પહોંચ્યો અને કરગરવા લાગ્યો - સ્વામીજી, હું ખૂબ જ દરિદ્ર છું. મને કંઈક આપો. સંન્યાસીએ હસીને કહ્યું, ભાઈ, હું ખુદ આ પહેરે લૂગડે છું. તને શું આપવાનો...? છતાં તારે જોઈતું હોય તો થોડા દિવસ પહેલાં હું નદીએ સ્નાન કરતો હતો ત્યારે મારા હાથમાં પારસ આવ્યો હતો, પરંતુ મારે એનું શું કામ, કહી મેં તેને ત્યાં જ છોડી દીધો હતો. તું તે લઈ શકે છે. સંન્યાસીની વાત સાંભળતાં જ પેલો નિર્ધન માણસ દોડીને નદીકિનારે પહોંચ્યો અને પારસ ઉઠાવી ખુશ થતાં ઘર તરફ જવા લાગ્યો... ત્યાં જ તેના મનમાં એક ઝબકાર થયો અને સંન્યાસી પાસે પરત દોડી ગયો અને ગળગળો થઈ
બોલ્યો, મહર્ષિ, આ લો તમારો પારસ. મારે નથી જોઈતો. મારે તો એ જોઈએ છે જેના બળે તમે પારસને ત્યજી દીધો છે. સાચું જ કહ્યું છે આ બધો જ જગ્યા અને વ્યક્તિના સંસર્ગનો પ્રભાવ છે, પળવાર પહેલાં ધન-વૈભવની ઇચ્છાવાળો વ્યક્તિ સંન્યાસી અને તેના તપોવનના સંસર્ગમાં આવતાં જ કામના અને ઇચ્છાઓથી મુક્ત બની ગયો. આવા સંન્યાસીનો સંસર્ગ પારસથી પણ મૂલ્યવાન છે.

No comments:
Post a Comment