Sep 18, 2015

ભારતનું મીડિયા નકારાત્મક કેમ ?

પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજીને તાજેતરમાં કોઈએ પ્રશ્ર્ન પૂછ્યો કે, "ભારતનું મીડિયા આટલું બધું નકારાત્મક કેમ છે ? ત્યારે તેમણે આપેલો ઉત્તર નીચે પ્રમાણે હતો.

"નકારાત્મકતા આપણને વારસામાં મળી છે. અહીં વિદેશીઓનું રાજ્ય હતું તેથી વિદેશી સામ્રાજ્યની ટીકા કરવી, ભૂલો કાઢવી એ મીડિયા માટે તે સમયે જરૂરી હતું, પરંતુ ધીમે ધીમે મીડિયાને તે ટેવ પડી ગઈ, તેનો સ્વભાવ બની ગયો. તે ટેવ અંગ્રેજોના ગયા પછી પણ ચાલુ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે કોણ જાણે કેમ આપણા જ દેશનું નિરાશાજનક ચિત્ર રજૂ કરવામાં
નબળી બાજુ બતાવવામાં આપણને આનંદ આવે છે, આપણે તેમાં પાવરધા છીએ. આપણા જ દેશમાં બનેલી ‘નિર્ભયા ઘટના’ને આપણા જ મીડિયાએ એટલી બધી ચગાવી કે અન્ય દેશોના નાગરિકો પણ આપણે ત્યાં આવતા ગભરાવા લાગ્યા. તેમણે જણાવ્યું કે આપણે ત્યાં આપણી ટીકા કરવા માટે આપણને કોઈ બહારનાની જરૂર હોતી નથી. તે કામ આપણે જ કરી લઈએ છીએ. ફક્ત ન્યૂયૉર્કનો ગુનાખોરીનો દર (Crime rate) સમગ્ર ભારત કરતાં વધારે છે. લૉસ એન્જલીસમાં ૫૦,૦૦૦ લોકો ઘરબાર વિનાના છે. આ લોકો પુલોની નીચે રહેતા હોય છે. છતાં ત્યાંના સમાચાર પત્રોમાં આવા કોઈ સમાચાર જોવા મળશે નહીં.

અમેરિકામાં ૩૦ લાખ લોકો (વસ્તીના એક ટકાથી વધારે) ભિખારીઓ છે. તેમના વિશે કદી સાંભળ્યું કે વાંચ્યું છે ખરું ? પરંતુ તેમની ભારત વિશેની માન્યતાઓ જુઓ - રસ્તા પર મૃત શરીરો, સાપ... વગેરે વિશે તેઓ લખતા હોય છે. લોકો યુવાનોને ભારતમાં મોકલતાં ડરે છે. ગ્રીસ

જેવા નાનકડા દેશમાં ૧ કરોડ ૨૦ લાખ પર્યટકો આવે છે, જ્યારે ભારતમાં ફક્ત ૪૦ લાખ લોકો વિદેશીઓ થાઈલૅન્ડ, કમ્બોડિયા જવા તૈયાર થશે જે ભારત કરતાં ઊતરતી કક્ષાના છે. આનું કારણ આપણા છાપાઓનો પ્રચાર છે. આપણે તેને બદલવાની જરૂર છે.

No comments:

Post a Comment