ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરીથી એકવાર દક્ષિણ ભારત તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં તેમણે એક બ્રાહ્મણને ગીતાપાઠ કરતો જોયો. બ્રાહ્મણ તલ્લીન બનીને ગીતાપાઠ બોલી રહ્યો હતો.બ્રાહ્મણનો ગીતાપાઠ પૂરો થયો. તેણે પાછળ નજર કરી તો ચૈતન્ય મહાપ્રભુ પોતાની પાસે ઊભેલા જોઈ તેના આનંદનો કોઈ પાર રહ્યો નહિ. તેણે ચૈતન્ય મહાપ્રભુના ચરણમાં પોતાનું શિશ નમાવ્યું. શ્રી ચૈતન્ય સ્વામી બોલ્યા : ‘મેં આપનો ગીતાપાઠ સાંભળ્યો. તમારા સંસ્કૃત ઉચ્ચારો તો ઘણા જ અશુદ્ધ હતા અને તેમ છતાં તમે આવી આનંદ સમાધિ કેવી રીતે મેળવી શકો છો ?’બ્રાહ્મણે હાથ જોડી જવાબ આપ્યો : ‘પ્રભુ મને
સંસ્કૃત ક્યાં આવડે છે તે હું શુદ્ધ ઉચ્ચાર કરી શકું ? આ શ્ર્લોકનો શો અર્થ થતો હશે એ તો આપ જેવા વિદ્વાનો જ સમજી શકે, પણ હા, એક વાત છે. હું જે વખતે ગીતાપાઠમાં બેસું છું એ વખતે હું કુરુક્ષેત્રમાં પાંડવો અને કૌરવોની સેનાઓ વચ્ચે એક સુંદર રથ જોઉં છું. રથની અંદર અર્જુન બેઠા છે અને રથના સારથિ તરીકે જગતના પરમાત્મા શ્રીકૃષ્ણ ઊભા છે અને વારંવાર તેઓ પોતાનું મુખ ફેરવીને અર્જુનને ઉપદેશ આપ્યા કરે છે. આ બધું મને દેખાયા કરે છે. એ દૃશ્ય જોઈને મારો આત્મા પુલકિત બની જાય છે અને તેમાં હું તલ્લીન બની જાઉં છું.’આ સાંભળીને શ્રી ચૈતન્ય પ્રભુ તેને ભેટી પડ્યા અને ગદ્ગદ્ કંઠથી બોલી ઊઠ્યા : ‘બસ, ભાઈ ! ગીતા પાઠનો આ જ એક અર્થ છે અને તેં એ અર્થને જાણ્યો છે!’

No comments:
Post a Comment