મગધના રાજા ચિત્રાંગદ પ્રજાવત્સલ હતા. તેમણે પોતાના રાજ્યમાં અનેક વિદ્યાલય, ચિકિત્સાલય અને અનાથ આશ્રમો ખોલાવ્યાં હતાં. એક દિવસ પોતાના પ્રજાજનોનાં સુખ-દુ:ખને નજીકથી અનુભવવા તે છૂપા વેશે નગરચર્યા પર નીકળ્યા. ક્યાંક બધું ઠીકઠાક હતું તો ક્યાંક થોડી મુશ્કેલીઓ પણ હતી. જે લોકો પરેશાન હતા તેમની તકલીફોનું તત્કાલ નિરાકરણ લાવવા તેઓએ પોતાના મંત્રીને આદેશ આપ્યો. પાછા ફરતી વખતે જંગલમાં તેમની મુલાકાત એક તેજસ્વી સંત સાથે થઈ. નાનીઅમથી ઝૂંપડીમાં રહેતા એ સંત નગરનાં બાળકોને ધર્મ-કર્મનું
શિક્ષણ આપતા. આ જાણી રાજા ચિત્રાંગદ ખુશ થયા અને થોડીક સોનામહોરો પેલા તેજસ્વી સંતને ધરી ત્યારે સંતે કહ્યું, ભાઈ, હું આ સોનામહોરોનું શું કરવાનો...? મારી પાસે તો એવી વિદ્યા છે જે તાંબાને પણ સોનું બનાવી દે છે. રાજાએ આશ્ર્ચર્ય સાથે કહ્યું કે સ્વામીજી, જો તમે મને એ વિદ્યા શીખવો તો હું મારા આખા રાજ્યને સુવર્ણજડિત બનાવી દઈશ. પછી અહીં કોઈ જ દુ:ખી નહીં રહે. સંતે કહ્યું મને એ શીખવવામાં વાંધો નથી, પરંતુ તેના માટે તમારે મારી સાથે એક મહિનો આશ્રમમાં જ રહી સત્સંગ કરવો પડશે. રાજાએ તૈયારી બતાવી. એક મહિના બાદ સંતે સામે ચાલી કહ્યું, રાજન, હવે સમય આવી ગયો છે કે હું તને તાંબાને સોનું બનાવવાની વિદ્યા શીખવું. ચિત્રાંગદે ખૂબ જ શાલીનતાપૂર્વક કહ્યું, ગુરુવર્ય, હવે મારે એ વિદ્યા શીખવાની કોઈ જ જર નથી. તમે મારા હૃદયને જ અમૃત અને સુવર્ણ સમાન બનાવી દીધું છે. તમારી સાથેના સત્સંગથી મારા મનમાં જે થોડા ઘણા પણ લોભ, લાલચ અને વાસનાના વિકારો હતા તેથી મુક્ત કરી દીધું છે, માટે મારી પાસે જેટલું છે, તેના થકી જ મારા રાજ્યનું કલ્યાણ કરીશ. સત્સંગી જીવ અને વાતાવરણનો પ્રભાવ વ્યક્તિને સાત્ત્વિક, સદાચારી અને નિર્લોભી બનાવી દે છે. આ પ્રસંગ એનું ઉદાહરણ છે.

No comments:
Post a Comment