એક વાર મહાત્મા ગાંધી કાશી ગયા. કાશી વિદ્યાપીઠમાં ઉતારો કર્યો. તેમની સાથે મદન મોહન માલવિયા, રાજેન્દ્ર પ્રસાદ અને બીજા અનેક નેતાઓ પણ હતા. વિદ્યાપીઠના પ્રાંગણમાં એક કૂવો હતો. એક સ્વયંસેવકને જવાબદારી સોંપાઈ હતી કે તે નેતાઓના સ્નાન કરવાની વ્યવસ્થા તેમના રૂમની નજીકમાં જ કરે. સ્વયંસેવક કૂવામાંથી પાણી કાઢી રહ્યો હતો તે વખતે માત્ર ધોતી શરીર પર લપેટીને, ખુલ્લા દિલે રાજેન્દ્ર પ્રસાદ ત્યાં પહોંચી ગયા. તેમણે પેલા સ્વયંસેવકને કહ્યું, ભાઈ, એક મિનિટ માટે મને ડોલ આપ. હું કૂવામાંથી પાણી કાઢીને સ્નાન કરી લઉં. સ્વયંસેવક રાજેન્દ્ર પ્રસાદને ઓળખતો ન હતો. તે બોલ્યો, ડોલ અત્યારે ખાલી નથી. હજુ તો હું બહારથી આવેલા મોટા મોટા નેતાઓના રૂમમાં પાણી પહોંચાડી
રહ્યો છું. રાજેન્દ્ર પ્રસાદ હસ્યા. તેમણે કહ્યું, કંઈ વાંધો નહીં. પહેલાં તું તારું કામ કરી લે. બસ...! પછી તેઓ કૂવાના ચબૂતરા પર બેસી ગયા. થોડીવાર પછી ઠક્કરબાપા આવ્યા. રાજેન્દ્ર પ્રસાદને જોઈને કહ્યું, અરે ! રાજેન્દ્રબાબુ, તમે અહીં કેમ બેઠા છો ? ચાલો, ઓરડામાં...! આ સ્વયંસેવક તમને ત્યાં જ પાણી પહોંચાડી દેશે. રાજેન્દ્રબાબુનું નામ સાંભળતાં જ સ્વયંસેવક ડઘાઈ ગયો. તેણે રાજેન્દ્ર પ્રસાદનું નામ તો ઘણું સાંભળ્યું હતું પણ તેમને ક્યારેય જોયા ન હતા. તેણે ડોલને કૂવા પર મૂકી અને દોડીને રાજેન્દ્ર પ્રસાદના ચરણોમાં ઝૂકીને માફી માગવા જ જતો હતો કે રાજેન્દ્ર પ્રસાદ સ્નેહથી બોલ્યા, ના, રે...ના. તારે શાની માફી માગવાની હોય ! તેં કોઈ ભૂલ કરી નથી. તું તારું કામ પ્રામાણિકતાથી અને પૂરી લગનથી કરી રહ્યો હતો. તેમણે સ્વયંસેવકની ડોલથી જાતે કૂવામાંથી પાણી કાઢયું અને કૂવા પાસે બેસીને સ્નાન કર્યું. તેમની આવી સાદગી જોઈને સ્વયંસેવક ભાવવિભોર બની ગયો. એક સ્વયંસેવકને પોતાના રૂમ સુધી ભરેલી ડોલ ઊંચકીને લઈ જવી ન પડે તે માટે રાજેન્દ્ર પ્રસાદે કૂવા પાસે સ્નાન કરીને સાદગીનો પાઠ આપ્યો.

No comments:
Post a Comment