મહાન તત્ત્વજ્ઞાની સંત એકનાથ પાસે એક દિવસ એક વ્યક્તિ આવ્યો અને કહ્યું, "ભગવન્ ! તમારું જીવન કેટલું શાંત, સૌમ્ય અને આત્મસંતોષપૂર્ણ છે, જ્યારે મારે તો શાંતિની એક એક પળ માટે વલખાં મારવાં પડે છે. મારે પણ તમારા જેવું જીવન જીવવું છે. કૃપયા મને માર્ગદર્શન આપો. એકનાથે જવાબ આપ્યો, "ભાઈ, હવે ખૂબ જ મોડું થઈ ગયું છે, કારણ કે મારી દિવ્ય દૃષ્ટિ પ્રમાણે તું આઠ જ દિવસ જીવવાનો છું. માટે તારે તારા શેષ જીવનનો ભરપૂર આનંદ ઉઠાવી લેવો જોઈએ અને બાકી રહેલી એક એક પળને આનંદ અને ભોગવિલાસમાં જીવી લેવી જોઈએ. આ સાંભળી પેલો માણસ ઉદાસ થઈ ગયો. મૃત્યુના ભયે તેના અંતરઆત્માને ઘેરી લીધો. તે ઝડપથી પોતાના ઘરે પહોંચી પ્રથમ પત્ની અને ત્યારબાદ તેનાં બાળકો અને ભૂતકાળમાં જે જે લોકોને તેણે નાહકનાં કષ્ટ આપ્યાં હતાં તેને યાદ કરી તેમની માફી માંગી પ્રાયશ્ર્ચિત્ત
કરવા લાગ્યો. આમ, જોતજોતામાં આઠ દિવસ વીતી ગયા છતાં તે મૃત્યુ ન પામતાં એકનાથજીના આશ્રમમાં દોડી ગયો અને ફરિયાદભર્યા સ્વરે કહેવા લાગ્યો. ભગવન ! તમારી આગાહી તો ખોટી પડી. આઠ દિવસ પૂરા થયા છતાં પણ હું જીવિત છું. એકનાથજીએ જવાબ વાળ્યો. એ બધું જવા દે. પહેલાં એ કહે કે, આ આઠ દિવસ તું બરાબર જીવ્યો કે નહીં ? પેલાએ ગળગળા અવાજે કહ્યું. આ દિવસો દરમિયાન મને મૃત્યુ સિવાય કાંઈ જ દેખાતું ન હતું. મૃત્યુ જ સત્ય છે એમ સ્વીકારી મેં મારા દ્વારા કરાયેલાં કુકર્મોના પ્રશ્ર્ચાત્તાપ સિવાય કાંઈ જ કર્યંુ નથી. ભોગ-વિલાસનો વિચાર જ ક્યાંથી આવે ? એકનાથજીએ તરત જ કહ્યું, "ભાઈ ! તું જે હકીકતને ધ્યાનમાં રાખીને આ આઠ દિવસ જીવ્યો, તે જ હકીકતને આત્મસાત્ કરી અમે સંત લોકો સમગ્ર જીવન જીવીએ છીએ. મનુષ્યનો દેહ નશ્ર્વર છે, તેને તો એક દિવસ પંચતત્ત્વમાં વિલીન થવાનું જ છે. તો પછી એના સેવક બનવા કરતાં શાશ્ર્વત એવા પરમેશ્ર્વરના સેવક શું કામ ન બનીએ ?

No comments:
Post a Comment