May 2, 2016

પંડિત મદનમોહન માલવીયજીનું ધર્મસ્વાભિમાન

કાશી-હિન્દુ વિશ્ર્વવિદ્યાલયના સંસ્થાપક પંડિત મદનમોહન માલવીયજી સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિના અનન્ય પૂજારી હતા. તેઓના કાર્યોથી પ્રભાવિત થઈ એક વખત કલકત્તા વિશ્ર્વવિદ્યાલયના ઉપકુલપતિએ પ્રસ્તાવ મોકાયો કે, ‘વિદ્યાલય તમને ડૉક્ટરેટની પદવીથી સન્માનિત કરવા માંગે છે’ મિત્રોએ કહ્યું, પ્રસ્તાવ મોકલ્યો. પ્રસ્તાવ વાંચી પંડિતજીના મિત્રવર્તુળમાં ખુશી છવાઈ ગઈ. ‘આ તો માત્ર તમારું જ નહીં, વારાણસી અને તેની જનતાનું પણ ગૌરવ ગણાય, તમારે આ પ્રસ્તાવ તત્કાળ સ્વીકારી લેવો જોઈએ.’ ત્યારે પંડિતજીએ કહ્યું, ‘આ પ્રસ્તાવ મારું, વારાણસીનું કે તેની જનતાનું સન્માન નહીં, અપમાન છે.’ તેઓએ કલકત્તા વિદ્યાલયને તત્કાળ વળતો પત્ર લખ્યો કે, ‘માનનીય મહોદય, તમારા પ્રસ્તાવ માટે ખૂબ ખૂબ આભાર, પરંતુ તમારો પ્રસ્તાવ મારા માટે નિરર્થક છે. હું જન્મે-કર્મે બ્રાહ્મણ છું અને એક બ્રાહ્મણ માટે પંડિતથી મોટી અન્ય કોઈ જ ઉપાધિ ન હોઈ શકે. મને ‘ડૉ. મદનમોહન
માલવીય’ કરતાં "પંડિત મદનમોહન માલવીય તરીકે ઓળખાવાનું જ વધુ પસંદ છે. આશા રાખું છું કે, તમે મુજ બ્રાહ્મણની ભાવનાનું સન્માન કરી મને પંડિત જ ‚‚રહેવા દેશો ! ‚‚‚

No comments:

Post a Comment