એક બાળકને ઈશ્ર્વરને મળવાનું મન થયું. તેણે પોતાની બેગ લીધી. તેમાં નાસ્તો ભર્યો, બિસ્કિટ પાણી લીધાં અને ચાલી નીકળ્યો. ભગવાનને શોધવા ઘણું ફર્યો, તેવામાં તેને ભૂખ લાગી. તેણે બગીચામાં બેસી નાસ્તો કરવાનું વિચાર્યું. એક બાંકડા પર જઈ બેઠો. તેની બાજુ પર જ એક વૃદ્ધા બેઠી હતી. વૃદ્ધા પણ ભૂખી હતી. પેલા બાળકે પોતાના બિસ્કિટમાંથી બે બિસ્કિટ તેને આપ્યાં. વૃદ્ધાએ હસીને તેનો સ્વીકાર કર્યો. પેલા બાળકને વૃદ્ધાનું હાસ્ય ખૂબ પસંદ પડ્યું. તેણે પછી તેને બે બિસ્કિટ આપ્યાં. વારંવાર આ ક્રમ ચાલતો રહ્યો. બપોર વીતી. સાંજ પડી. બાળકે ઘરે પાછા ફરવાનો વિચાર આવ્યો. થોડું ચાલ્યો તો ફરી પાછું તેને પેલી વૃદ્ધાનું હાસ્ય જોવાનું મન થયું. તે પરત ફર્યો અને વૃદ્ધાને વ્હાલથી ભેટ્યો. વૃદ્ધા હસી પડી. છોકરો આનંદભેર ઘરે પરત ફર્યો. તેની માતાએ તેને પૂછ્યું કે એવી તો શી વાત છે કે આજે તું આટલો બધો ખુશ છે ? તેણે જવાબ આપ્યો મા, મેં આજે હસતા ઈશ્ર્વર સાથે ભોજન લીધું. બીજી બાજુ પેલી વૃદ્ધા પણ
તેના ઘરે પરત ફરી ત્યારે તેના ચહેરા પરનો આનંદ જોઈ તેના પુત્રે તેનું કારણ પૂછ્યું, તેણે જવાબ આપ્યો, બેટા, આજે મેં ભગવાન સાથે ભોજન લીધું. માત્ર એ મારી ધારણા કરતાં નાના હતા.
તેના ઘરે પરત ફરી ત્યારે તેના ચહેરા પરનો આનંદ જોઈ તેના પુત્રે તેનું કારણ પૂછ્યું, તેણે જવાબ આપ્યો, બેટા, આજે મેં ભગવાન સાથે ભોજન લીધું. માત્ર એ મારી ધારણા કરતાં નાના હતા.
No comments:
Post a Comment