એક રાજા તેના રાજના આંતરિક શત્રુઓથી ખૂબ જ પરેશાન હતો. તે પોતાને ખૂબ જ અસુરક્ષિત માનતો હતો. તેવામાં તેના રાજ્યમાં એક સંત પધાર્યા. રાજા તે સંત પાસે પોતાની પરેશાની લઈ ગયો. સંતે રાજાની વાત સાંભળી અને કહ્યું, તારે તારા છૂપા દુશ્મનોને જાણવાની જરૂર છે. સંતે રાજાને ત્રણ શસ્ત્રો વિશે જણાવતાં કહ્યું. પ્રથમ તારી પ્રજાને રોજગારી મળી રહે એવી વ્યવસ્થા કર. આમ થશે તો પ્રજાને કાંઈ જ ફરક નહીં પડે કે તેમના પર કોણ રાજ કરી રહ્યું છે અને કોણ નહીં. બીજું શસ્ત્ર છે, સહિષ્ણુતા. જે સહન નથી કરી શકતો તે રાજ કરી શકતો નથી અને ત્રીજું શસ્ત્ર છે સમ્માન. જે જેટલા સન્માનનો અધિકારી હોય તેટલું જ સમ્માન આપ. આ ત્રણેય એવાં શસ્ત્રો છે જે સીધા જ હૃદય પર ઘા કરે છે અને આ શસ્ત્રોથી વ્યક્તિ તેના વિરોધીઓને પણ જીતી જાય છે. .
.
.
No comments:
Post a Comment