ઘટના ગત મે મહિનાની છે. નાગપુર રેલવે પ્લેટફોર્મ પર એક આઠેક વર્ષની બાળકી રડી રહી હતી. આવનાર સૌ કોઈ સામે જોઈને વિચારી રહ્યા હતા કે તે કેમ રડતી હશે ? પણ સૌ ઉતાવળમાં હતા એટલે કોઈએ તે બાળકી તરફ ધ્યાન ન આપ્યું. તે વખતે એક આરપીએફની મહિલા કોસ્ટેબલની નજર રડી રહેલી એ બાળકી પર પડી. બાળકીને પૂછતા ખબર પડી કે, તે તેના માતા-પિતાથી વિખૂટી પડી ગઈ છે. તેમણે તરત જ રેલવે મંત્રી શ્રી સુરેશ પ્રભુને આ અંગે જાણ કરી. મંત્રીશ્રીએ તરત જ પોતાના ઇન્સ્ટ્રાગ્રામના પેજ પર તે બાળકીની તસવીર પોસ્ટ કરી અને જણાવ્યું કે, બાળકી આરપીએફ પાસે સુરક્ષિત છે અને તેના વાલી ગમે ત્યારે અમારો સંપર્ક કરી શકે છે. જોત-જોતામાં આ પોસ્ટને ૩૨,૨૭૫ લોકો દ્વારા શેર થઈ અને ૩૦ લાખ લોકો સુધી પહોંચી ગઈ. માત્ર નવ કલાકમાં જ બાળકીના
મામાએ રેલવેનો સંપર્ક સાધી બાળકીનો કબજો મેળવ્યો. આમ રેલવેમંત્રીની એક પોસ્ટે પોતાના પરિવારની વિખૂટી પડેલ બાળકીને તેના પરિવાર સાથે મેળાપ કરાવી આપ્યો.
અતિશય વ્યસ્તતા વચ્ચે પણ સામાન્ય માણસ માટે સમય કાઢીને કર્મધર્મ અને માનવધર્મનો બેવડો સિદ્ધાંત રેલવે મંત્રી પોતાના કર્મ દ્વારા સમજાવે છે.

No comments:
Post a Comment